logo
Breaking News
રાજ્ય

વીજસંકટની અસર, અમદાવાદમાં 118માંથી માત્ર 7 સ્થળે 7 કલાક રોશની:દિવાળીના તહેવાર ટાણે જ શહેરની ચમક ઘટી

એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
|3 કલાક પહેલા|2 મિ. વાંચન
વીજસંકટની અસર, અમદાવાદમાં 118માંથી માત્ર 7 સ્થળે 7 કલાક રોશની:દિવાળીના તહેવાર ટાણે જ શહેરની ચમક ઘટી
Share:

રાજ્યમાં વીજ સંકટને ધ્યાનમાં રાખીને વીજળી ઉપર કામ મૂકવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવતી રોશની ઉપર પણ કાપ મૂકવામાં આવ્યો છે. શહેરમાં માત્ર છ ઓવરબ્રિજ અને નગરદેવી ભદ્રકાળી મંદિર એમ સાત સ્થળો ઉપર જ લાઈટિંગ કરવામાં આવશે. જે રાત્રે માત્ર સાત કલાક માટે જ રોશની કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે દિવાળીના તહેવાર પર અમદાવાદમાં સાબરમતી નદી પરના 7 બ્રિજ સહિત અન્ય 45 બ્રિજ, 46 ટ્રાફિક સર્કલ, 7 અંડરપાસ, 11 હેરિટેજ દરવાજા, 2 શિલ્પો સહિત કુલ અંદાજિત 118 સ્થળે રોશની કરવામાં આવતી હતી, પરંતુ વીજ સંકટને લઈ આ વર્ષે માત્ર AMC સાત સ્થળે જ રોશની કરશે.

સાબરમતી ઉપરના 6 બ્રિજમાં રોશની કરાશે: કમલેશ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, AMC દ્વારા સાબરમતી નદીના બ્રિજ, શહેરના અલગ અલગ બ્રિજ, અંડરબ્રિજ, ટ્રાફિક સર્કલો અને સરકારી બિલ્ડિંગ ઉપર રોશની કરવામાં આવતી હતી. વર્તમાન પરિસ્થિતિમાં વીજ સંકટને ધ્યાને રાખીને સુભાષબ્રિજ સિવાયના સાબરમતી નદી ઉપરના 6 બ્રિજ અને નગરદેવી ભદ્રકાળી મંદિર એમ સાત જગ્યા ઉપર જ રોશની કરવામાં આવશે.

સાંજના 7થી રાત્રિના 1 વાગ્યા સુધી જ લાઈટ ચાલુ રખાશે દર વર્ષે લાઈટ સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવતી હતી, પરંતુ હવે સાંજે સાત વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી જ લાઈટ ચાલુ રાખવામાં આવશે. શહેરમાં અન્ય કોઈ સ્થળો ઉપર AMC દ્વારા લાઇટિંગ કરવામાં આવશે નહીં.

સંબંધિત સમાચારો