logo
Breaking News
રાજ્ય

ભીલડીમાં રોડ-શો કરી પીએમ મોદીએ BBBRC સેન્ટર, ET-IVF લેબનું ઉદ્ઘાટન કર્યું

એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
|3 કલાક પહેલા|1 મિ. વાંચન
ભીલડીમાં રોડ-શો કરી પીએમ મોદીએ BBBRC સેન્ટર, ET-IVF લેબનું ઉદ્ઘાટન કર્યું
Share:

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 30 અને આવતીકાલે 31 ઓક્ટોબર બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ બે દિવસ વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમોમાં ભાગ લેશે. આજે 30 ઓક્ટોબરે બનાસકાંઠાના ભીલડીમાં ₹14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત, પીએમ કિસાન યોજનાનો આશરે ₹19,000 કરોડનો 24મો હપ્તો જાહેર કરવામાં આવશે. જ્યારે આવતીકાલે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી યોજાશે. આજે પીએમ મોદીના આગમનને પગલે ડીસાના ભીલડીમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે.

આજે ભીલડીમાં 14 હજાર કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે સવારે આશરે 9:30 વાગ્યે બનાસકાંઠામાં એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજી-ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (ET-IVF) લેબોરેટરી અને ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર-BBBRCના પશુ ફાર્મની મુલાકાત લેશે. ત્યારબાદ સવારે આશરે 10:30 વાગ્યે તેઓ ₹14,000 કરોડથી વધુનાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે. આ પ્રસંગે બે ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપવાની સાથે ઉપસ્થિત લોકોને સંબોધન પણ કરશે.

સંબંધિત સમાચારો