logo
Breaking News
રાજ્ય

અદાણી CNGના ભાવમાં એક જ દિવસમાં ₹4.45નો વધારો:પ્રતિ કિલો નવો ભાવ 98.47 રૂપિયા

એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
|1 દિવસ પહેલા|2 મિ. વાંચન
અદાણી CNGના ભાવમાં એક જ દિવસમાં ₹4.45નો વધારો:પ્રતિ કિલો નવો ભાવ 98.47 રૂપિયા
Share:

દિવાળીના તહેવાર પહેલાં જ અમદાવાદમાં CNG વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. અદાણી CNGના ભાવમાં એક જ દિવસમાં પ્રતિ કિલો 4.45 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તહેવારો દરમિયાન લોકો ખરીદી અને મુસાફરીનું આયોજન કરી રહ્યા છે, ત્યારે આ ભાવ વધારાથી CNG આધારિત વાહનચાલકોને તેની અસર થવાની છે. રોજિંદી કમાણીમાંથી ગેસનો ખર્ચ કાઢતા રિક્ષાચાલકો માટે આ ભાવવધારો આર્થિક બોજ વધારનારો બનશે અને દિવાળી દરમિયાન બજેટ પણ ખોરવાઈ શકે છે.

છેલ્લે ઓગસ્ટ 2026માં પણ એક સાથે ચાર રુપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જેના કારણે પ્રતિ કિલો અદાણી CNGનો ભાવ 94.2 રૂપિયાનો હતો, જો કે ફરી એક વાર 4.45 રુપિયાનો વધારો કરવામાં આવતા હાલ નવો ભાવ 98.47 રૂપિયા પર પહોંચી ગયો છે. ત્યારે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિવને આ ભાવ વધારાનો વિરોધ કર્યો છે. રિક્ષા ચાલક છનાભાઈ નાયકે કહ્યું કે, એક જ દિવસમાં આટલો ભાવ વધારો કરવો એ ખૂબ મોટી વાત છે. દિવાળીમાં ફટાકડા, મીઠાઈ, કપડા ક્યાંથી લાવી શકીએ. પહેલા થોડા મીઠાઈ અને ફટાકડા ખરીદી શકતા હતા તે પણ હવે નહીં ખરીદી શકીએ.

**'દરોજના 200થી 300 રુપિયા જ કમાઈએ છીએ'**

વધુમાં રિક્ષા ચાલક છનાભાઈ નાયકે જણાવ્યું હતું કે, CNGના ભાવમાં એટલો વધારો કરવામાં આવ્યો છે કે ખાવાના પૈસા પણ નથી બચતા. અદાણી પણ સરકારને પૂછ્યા વગર સીધો જ ભાવ વધારો કરી દે છે. દિવાળીમાં પરિવાર ફટાકડા અને મીઠાઈ માંગશે તો ક્યાંથી લાવી આપીશું ? કેમ કે દરરોજ 200થી 300 રૂપિયા કમાઈએ છીએ.

**અદાણી ગેસને બીજા ક્વાર્ટરમાં ₹173 કરોડનો નફો**

અદાણી ટોટલ ગેસે આ વર્ષના બીજી ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કરી દીધા છે. કંપનીને 173 કરોડ રૂપિયાનો નફો થયો છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન કંપનીને 163 કરોડ રૂપિયાનો નફો થયો હતો, એટલે કે આ વખતે નફામાં આશરે 5.9%નો વધારો થયો છે. કંપનીની આવક પણ 34% વધીને 2109 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન કંપનીની આવક 1,576 કરોડ રૂપિયા રહી હતી. CNG અને ઘરોમાં રસોઈ માટે વપરાતા PNGની માગ વધવાને કારણે કંપનીની કમાણીમાં આ તેજી જોવા મળી છે.

સંબંધિત સમાચારો