logo
Breaking News
રાજ્ય

અમદાવાદમાં વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ:રાજકોટ 38.2°C સાથે રાજ્યમાં સૌથી ગરમ, બે દિવસ વરસાદની આગાહી

એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
|3 કલાક પહેલા|2 મિ. વાંચન
અમદાવાદમાં વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ:રાજકોટ 38.2°C સાથે રાજ્યમાં સૌથી ગરમ, બે દિવસ વરસાદની આગાહી
Share:

આગામી બે દિવસ માટે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. ગઈકાલે અમદાવાદમાં સમી સાંજે હળવો વરસાદ જોવા મળ્યો હતો. એસજી હાઇવે, ગોતા, ચાંદલોડિયા સહિતના વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. આજે વહેલી સવારથી અમદાવાદમાં ઠંડક ભર્યું વાતાવરણ જોવા મળ્યું. વહેલી સવારે લોકોને ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

તાપમાનની વાત કરીએ તો રાજકોટ 38.2°C સાથે રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યું. જ્યારે વડોદરા, ગાંધીનગર, ભાવનગરમાં તાપમાન ગગડીને 35°Cથી નીચે જતું રહ્યું છે. આગામી દિવસોમાં હજુ તાપમાન નીચે જતા ઠંડીનો અનુભવ થશે.

બે દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે 30 ઓક્ટોબરે નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને દમણ-દાદરા નગર હવેલી, તેમજ અરવલ્લી અને ભાવનગરમાં હળવા વરસાદની સંભાવના છે. 31 ઓક્ટોબરે નવસારી, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, અરવલ્લી અને અમરેલીમાં અમુક સ્થળે હળવા વરસાદની સંભાવના છે.

તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે આગામી 2 દિવસ દરમિયાન તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો રહેશે અને ત્યારબાદ ફરીથી 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નથી. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તટીય ક્ષેત્રોમાં પવન મજબૂત રહેશે. પવનની દિશા મુખ્યત્વે ઉત્તરથી ઉત્તર-પૂર્વની રહેશે. પવનની ઝડપ 15થી 20 નોટ સુધી રહેવાની સંભાવના છે.

24 કલાકમાં વાવાઝોડું નબળું પડી જશે અમદાવાદ માટે વાતાવરણ ચોખ્ખું રહેશે. મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. ખૂબ જ તીવ્ર સાયક્લોનિક વાવાઝોડા 'દાના'નું હવે ડીપ ડિપ્રેશન થઈ ગયું છે. તેની સ્થિતિ દક્ષિણ છત્તીસગઢ અને ઓડિશાની આસપાસ છે અને આગામી 24 કલાકમાં તે નબળું પડીને લો પ્રેશરમાં ફેરવાઈ જશે. ઉત્તર પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારમાં પશ્ચિમી ડિસ્ટર્બન્સ સક્રિય છે, જે સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે 3.1થી 4.5 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે.

સંબંધિત સમાચારો