logo
Breaking News
રાજ્ય

શાકભાજીવાળા અને રિક્ષા ચાલકોના વોટ્સએપ ગ્રુપથી 260 બાળકો શોધ્યા:સુરતમાં 20 કિ.મી. વિસ્તારમાં બે દિવસે 1 બાળક ગુમ

એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
|18 કલાક પહેલા|3 મિ. વાંચન
શાકભાજીવાળા અને રિક્ષા ચાલકોના વોટ્સએપ ગ્રુપથી 260 બાળકો શોધ્યા:સુરતમાં 20 કિ.મી. વિસ્તારમાં બે દિવસે 1 બાળક ગુમ
Share:

સુરતના ઔદ્યોગિક હબ ગણાતા સચિન GIDC પોલીસ સ્ટેશને સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર એક અનોખી અને સંવેદનશીલ સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યના કોઈ પણ ઔદ્યોગિક વિસ્તારના પોલીસ સ્ટેશનમાં સૌથી વધુ ગુમ થયેલા બાળકોને શોધી કાઢવાનો રેકોર્ડ સચિન GIDC પોલીસે બનાવ્યો છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન પોલીસ સ્ટેશનની હદમાંથી અંદાજે 261 જેટલા બાળકો ગુમ થયા હતા, જેમાંથી પોલીસે ખાસ SOP તૈયાર કરીને 260 બાળકોને સુરક્ષિત શોધી કાઢી તેમના માતા-પિતા સાથે પુનઃમિલન કરાવ્યું છે. ‘ઓપરેશન મુસ્કાન’ હેઠળ સુરત પોલીસની આ કામગીરીથી 260 પરિવારોના ઘરમાં ફરીથી હાસ્ય રેલાયું છે.

ઠપકા કે દાદા-દાદીની યાદમાં બાળકો ઘર છોડે છે: PI કુલદીપસિંહ ગોહિલ આ અંગે PI કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, તપાસમાં સામે આવ્યું છે કે ઘણા બાળકો માતા-પિતાના સામાન્ય ઠપકાથી નારાજ થઈને, રમતા-રમતા રસ્તો ભૂલી જવાથી અથવા વતનમાંથી નવા આવ્યા હોવાથી દાદા-દાદી કે નાના-નાનીની યાદમાં ઘર છોડી દેતા હોય છે.

અમે ટેકનિકલ ટીમ, CCTV અને સ્થાનિકોના નેટવર્કની મદદથી મિનિમમ ટાઈમમાં બાળકોને શોધી કાઢીએ છીએ." ઔદ્યોગિક વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા જાળવવાની સાથે રડતા-રડતા આવતા શ્રમિક પરિવારોના આંસુ લૂછતી સુરત પોલીસની આ કામગીરી સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ બની છે.

દર 2 દિવસે 1 બાળક ગુમ થવાનો રેશિયો સચિન GIDC પોલીસ સ્ટેશનનો વિસ્તાર અંદાજે 20 કિલોમીટરની ત્રિજ્યામાં ફેલાયેલો છે, જ્યાં પરપ્રાંતીય શ્રમિકોની વસ્તી ખૂબ જ મોટી છે. અહીં પતિ-પત્ની બંને રોજીરોટી કમાવવા માટે કારખાના કે મિલોમાં કામ પર જતા હોવાથી બાળકો ઘરે એકલા રહેતા હોય છે. આ વિસ્તારમાં 18 વર્ષથી નીચેની વયના દર 2 દિવસે અંદાજે 1 બાળક ગુમ થવાની ઘટના બને છે. ઘણીવાર માતા-પિતા સાંજે કામ પરથી પરત ફર્યા બાદ 6થી 8 કલાક મોડા પોલીસ સ્ટેશને જાણ કરતા હોય છે તેમછતાં સુરત પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે તાત્કાલિક એક્શન લઈ 99 ટકા રિકવરી રેટ હાંસલ કર્યો છે.

બાળકો ઉપરાંત 27 પુરુષ-મહિલાઓને પણ શોધી કઢાયા પોલીસ ચોપડે નોંધાયેલા સત્તાવાર આંકડા મુજબ તારીખ 31 ડિસેમ્બર 2025 સુધીના એક વર્ષમાં કુલ 68 ગુમ થયેલા લોકોને શોધી કઢાયા હતા. જેમાં 0થી 5 વર્ષના 33 બાળકો (16 છોકરા, 17 છોકરી), 6થી 10 વર્ષના 12 બાળકો (9 છોકરા, 3 છોકરી), 11થી 15 વર્ષના 13 બાળકો (5 છોકરા, 8 છોકરી), 16થી 18 વર્ષના 9 બાળકો (1 છોકરો, 8 છોકરી) અને 18 વર્ષથી વધુ વયની 1 મહિલાનો સમાવેશ થાય છે. ત્યારબાદ ઓક્ટોબર 2026 સુધીના છેલ્લા 7 માસમાં કુલ 193 ગુમ, મિસિંગ અને અપહરણ થયેલા લોકોને શોધી કઢાયા છે, જેમાં 18 વર્ષથી નીચેના 166 બાળકો (ગુમ થયેલા 142, મિસિંગ 3 અને અપહરણ થયેલા 21 બાળકો) તથા 18 વર્ષથી વધુ ઉંમરના 27 પુરુષ-મહિલાઓને સુરક્ષિત પરત લવાયા છે.

શાકભાજીવાળાથી રેલવે સ્ટાફ સુધીના વોટ્સએપ ગ્રુપ બનાવ્યા સચિન GIDC પોલીસ સ્ટેશનના PI કુલદીપસિંહ ગોહિલ અને તેમની ટીમે હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ સર્વેલન્સનો અદભૂત સમન્વય કર્યો છે. પોલીસે વિસ્તારના શાકભાજીની લારીવાળા, વેપારી એસોસિએશન, દુકાનદારો, રિક્ષા ચાલકો અને આસપાસના ગામડાના આગેવાનોના વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે, જેમાં ગણતરીની મિનિટોમાં ગુમ બાળકનો ફોટો વાયરલ કરાય છે. ઉપરાંત બાળકના વતન તરફ જતી ટ્રેનોના રેલવે અધિકારીઓ સાથે સંકલન સાધી પ્લેટફોર્મ પર જ બાળકોને રોકી લેવાય છે. આ કામગીરીમાં સૌથી પડકારજનક કિસ્સો 11-12 વર્ષની વૈષ્ણવીનો હતો, જેને શોધવા સચિન GIDC પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની કુલ 16 ટીમોએ 300થી વધુ CCTV ફૂટેજ તપાસી દોઢ વર્ષ બાદ સુરક્ષિત શોધી કાઢી હતી.

સંબંધિત સમાચારો

ટ્રેન્ડ કરી રહ્યા છે