ગુજરાત સરકારની વર્ષ 2027ની રજાઓ જાહેર: દિવાળીથી મકર સંક્રાંતિ સુધી 18 રજા

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ષ 2027 દરમિયાન રાજ્ય સરકારની કચેરીઓમાં પાળવાની જાહેર રજાઓનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ વર્ષ દરમિયાન કુલ 18 જાહેર રજાઓ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત કર્મચારીઓ માટે વૈકલ્પિક રજાઓની યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
સામાન્ય વહીવટ વિભાગે જાહેર કરેલા જાહેરનામામાં મકરસંક્રાંતિ, પ્રજાસત્તાક દિવસ, મહાશિવરાત્રિ, રમઝાન ઈદ, ધૂળેટી, ગુડ ફ્રાઈડે, ચેટીચાંદ, ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ, રામનવમી, મહાવીર જન્મકલ્યાણક, બકરી ઈદ, મોહરમ, રક્ષાબંધન, જન્માષ્ટમી, સંવત્સરી, ગાંધી જયંતિ, દિવાળી અને નૂતન વર્ષ સહિતની રજાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વૈકલ્પિક રજાઓની યાદી પણ જાહેર જાહેરનામામાં જાહેર રજાઓ ઉપરાંત કર્મચારીઓ માટે વૈકલ્પિક રજાઓની યાદી પણ આપવામાં આવી છે. તેમાં ભગવાન પરશુરામ જયંતિ, સ્વાતંત્ર્ય દિન, પારસી નૂતન વર્ષ, ઈદ-એ-મિલાદ, દશેરા, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ સહિતના તહેવારોનો સમાવેશ થાય છે.
મુસ્લિમ તહેવારોની રજાઓ ચંદ્રદર્શનને આધીન રહેશે જાહેરનામા મુજબ બીજા અને ચોથા શનિવારે અથવા રવિવારે આવતી જાહેર રજાઓના બદલામાં અલગથી અન્ય દિવસે રજા આપવામાં આવશે નહીં. મુસ્લિમ તહેવારોની રજાઓ ચંદ્રદર્શનને આધીન રહેશે. આ જાહેરનામું ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્ય સરકારની કચેરીઓ માટે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.









