logo
Breaking News
તાજા સમાચાર

ટાઈગર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચની સુરતમાં મોટી કાર્યવાહી:2 ગેરકાયદે હથિયાર અને 10 જીવતા કારતૂસ જપ્ત કર્યાં

એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
|2 કલાક પહેલા|2 મિ. વાંચન
ટાઈગર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચની સુરતમાં મોટી કાર્યવાહી:2 ગેરકાયદે હથિયાર અને 10 જીવતા કારતૂસ જપ્ત કર્યાં
Share:

બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર ફાયરિંગ કેસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે 23 ઓક્ટોબરે સુરતમાંથી 2 ગેરકાયદે હથિયાર અને 10 જીવતા કારતૂસ જપ્ત કર્યાં હતા. આ સનસનાટીભર્યા ફાયરિંગ કેસના તાર સુરત સાથે જોડાતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી છે. ક્રાઈમ બ્રાન્ચે ગુપ્ત ઓપરેશન હાથ ધરી આ હથિયારોનો જથ્થો કબજે કર્યો હતો.

**સુરતમાં હથિયાર કેમ સંતાડ્યા તેને લઈ તપાસ**

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ હથિયારો સુરત રેલવે સ્ટેશનથી આશરે એક કિલોમીટર દૂર એક ખુલ્લી જગ્યામાં છુપાવીને રાખ્યા હતા. તપાસ દરમિયાન આ ચોક્કસ લોકેશન મળતા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાબડતોબ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે ખુલ્લી જગ્યામાંથી હથિયારો અને કારતૂસનો જથ્થો કબજે કર્યો હતો. આરોપીઓએ સુરત સ્ટેશન નજીકના આ વિસ્તારને હથિયારો સંતાડવા કેમ પસંદ કર્યો અને સ્થાનિક સ્તરે તેમને આમાં કોણે મદદ પહોંચાડી હતી તે દિશામાં તપાસ તેજ કરી દેવામાં આવી છે.

**19 ઓક્ટોબરે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો**

આ સમગ્ર મામલે મુંબઈ DCB CIDમાં 19 ઓક્ટોબરના રોજ ગુનો નોંધાયો હતો. જેમાં BNSની કલમ 109(1), 3(5) તેમજ આર્મ્સ એક્ટની કલમ 3 અને 25 હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ ગુનાની તપાસ દરમિયાન મળેલી કડીઓના આધારે ક્રાઈમ બ્રાન્ચે સુરતમાંથી આ રિકવરી કરી છે. હાલ પોલીસ આ હથિયાર કોણે સપ્લાય કર્યાં હતા તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે.

**'સલમાન સાથે કામ કરશે એની આ જ દશા થશે'**

એક્ટર ટાઇગર શ્રોફ પર 17 ઓક્ટોબરે રવિવારે સાંજે 7 વાગ્યે મુંબઈમાં ફાયરિંગ થયું હતું. ઘટનામાં ટાઇગરના ડ્રાઇવર અને એક અન્ય વ્યક્તિને ગોળી વાગી હતી. ટાઈગર જ્યારે ફૂટબોલ રમીને પાછા ફરી રહ્યા હતા ત્યારે જ તેમની કાર જુહૂના પુષ્પા પાર્ક પાસે રોકાઈ. અહીં તેમને જોવા માટે ભીડ જમા હતી.

આ જ દરમિયાન એક બાઇક પર સવાર ત્રણ લોકો ત્યાં પહોંચ્યા અને ટાઇગરની કાર પર 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર ટાઈગરને ગોળી નથી વાગી પરંતુ તેમના જમણા હાથમાં કાચના ટુકડાઓથી ઈજા થઈ હતી. હુમલા પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ અને ઓડિયો વાયરલ થઈ રહ્યો હતો. તેમાં લોરેન્સ ગેંગના અનિલ પંડિતે ફાયરિંગની જવાબદારી લીધી હતી. જેમાં લખ્યું હતું કે સલમાન ખાન સાથે કામ કરવા વાળાની આ જ દશા થશે.

સંબંધિત સમાચારો

ટ્રેન્ડ કરી રહ્યા છે