logo
Breaking News
રાજ્ય

PMના રાત્રિ રોકાણ વચ્ચે લોકભવનમાં VVIP મૂવમેન્ટ:મિટિંગ દરમિયાન દિવ દમણ પાસિંગની ડિફેન્ડરે એન્ટ્રી મારી

એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
|18 કલાક પહેલા|2 મિ. વાંચન
PMના રાત્રિ રોકાણ વચ્ચે લોકભવનમાં VVIP મૂવમેન્ટ:મિટિંગ દરમિયાન દિવ દમણ પાસિંગની ડિફેન્ડરે એન્ટ્રી મારી
Share:

ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુજરાતના મંત્રીમંડળ સાથે બેઠક યોજી હતી. જે રાત્રે 11:10 વાગ્યે પૂર્ણ થઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદીએ તમામ મંત્રીઓ સાથે ભોજન લીધું હતું.

ગાંધીનગરના લોકભવન ખાતે મોદીની મંત્રીઓ સાથેની બેઠક અને રાત્રિ રોકાણને પગલે લોકભવન તરફના માર્ગ પર અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી. જોકે, આ દરમિયાન રાત્રે VVIP મૂવમેન્ટ જોવા મળી હતી. રાત્રે 10 વાગ્યે રેન્જ રોવર કાર સાથે એક ઇનોવા લોકભવનમાં પ્રવેશી હતી, જેને સુરક્ષાકર્મીઓએ કોઈ ખાસ પૂછપરછ વિના પ્રવેશ આપ્યો હતો. ત્યારબાદ રાત્રે 10:50 વાગ્યે બ્લેક કલરની ડિફેન્ડર કાર આવી હતી, જેને સામાન્ય પૂછપરછ બાદ અંદર જવા દેવામાં આવી હતી. બીજી તરફ, બેઠક પૂર્ણ થયા બાદ રાત્રે 11:30 વાગ્યે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા લોકભવનની બહાર નીકળતા જોવા મળ્યા હતા. તેઓ પોતાની કારમાં ડ્રાઇવર સાથે એકલા જ રવાના થયા હતા.

PMએ આજે લોકભવનમાં જ સંસ્કારધામ ટ્રસ્ટની બેઠક યોજી છે. જેમાં સંસ્કારધામના ટ્રસ્ટીઓ ઉપસ્થિત છે. આ બેઠકમાં આગામી દિવસોમાં સંસ્કારધામ દ્વારા હાથ ધરાનારા વિવિધ આયોજનો અને શિક્ષણ ક્ષેત્રે થનારી પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, PM મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તેમના ગુરુ વકીલ સાહેબની સ્મૃતિમાં સંસ્કારધામની શરૂઆત કરી હતી. સંસ્કારધામ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સંસ્થા છે. આજની બેઠકમાં સંસ્થાના આગામી આયોજન અને વિકાસલક્ષી કામગીરી અંગે ચર્ચા થવાની શક્યતા છે.

જૂના જોગીઓ સાથે ટૂંકી મુલાકાત બાદ દિલ્હી પરત ફરશે આજે પીએમ મોદી બપોરે 12:25 એ અમદાવાદ એરપોર્ટ પરથી રવાના થશે.એરપોર્ટ પર ભાજપના જુના નેતાઓને મળશે. જેમાં પ્રદેશ ભાજપના પૂર્વ સહકોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ, પૂર્વ કિરીટ સોલંકી, પૂર્વ મંત્રી વલ્લભ કાકડિયા, પૂર્વ ધારાસભ્ય રાકેશ શાહ, નરેશ વ્યાસ, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ, જીતુ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય બલરામ થવાણી, પૂર્વ ધારાસભ્ય નિર્મલા વાઘવાણી, અમદાવાદના મેયર હિતેશ બારોટ, પૂર્વ મંત્રી કૌશિક પટેલ, પૂર્વ મંત્રી ગોરધન ઝડફીયા સહિતના નેતાઓ પીએમ મોદીને એરપોર્ટ મળવાના છે.શે.

13 નવેમ્બરની રાત્રે એરપોર્ટ પર પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સાંસદોને મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 નવેમ્બરે રાતે 8:15 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોચ્યા હતા. એરપોર્ટ પર જ PM મોદીને પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદોને મળ્યા હતા. પૂર્વ સાંસદ હરિન પાઠક, પૂર્વ ધારાસભ્ય પ્રદીપ પરમાર, ગીતાબેન, પૂર્વ ધારાસભ્ય ભરત બારોટ, પૂર્વ ધારાસભ્ય અરવિંદ પટેલ સહિતને મળ્યા હતા. વડાપ્રધાને જુના ધારાસભ્યો અને નેતાઓને તેમના ખબર અંતર પૂછ્યા હતા.

132 દિવસ બાદ વડાપ્રધાનની ફરી મંત્રીઓ સાથે બેઠક ખાસ વાત એ છે કે 4 જુલાઈ, 2026ના રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી સહિત રાજ્યના મંત્રીમંડળ સાથે બેઠક કર્યા બાદ 132 દિવસ પછી વડાપ્રધાને ફરી મંત્રીઓ સાથે બેઠક કરી હતી. અગાઉની બેઠકમાં સરકારી વિભાગોની કામગીરી, વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને વહીવટી કામગીરીને વેગ આપવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચારો

ટ્રેન્ડ કરી રહ્યા છે