logo
Breaking News
રાજ્ય

અમદાવાદના SG હાઈવે પર 5 કિ.મી.લાંબો ટ્રાફિકજામ, ડ્રોન VIDEO:દિવાળીની ખરીદી કરવા નીકળેલા લોકો ફસાયા

એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
|7 કલાક પહેલા|1 મિ. વાંચન
અમદાવાદના SG હાઈવે પર 5 કિ.મી.લાંબો ટ્રાફિકજામ, ડ્રોન VIDEO:દિવાળીની ખરીદી કરવા નીકળેલા લોકો ફસાયા
Share:

દિવાળીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં લોકો વાહનો લઈ બજારમાં ખરીદી માટે ઉમટી રહ્યા છે. અમદાવાદના એસજી હાઈવે પર બુધવારે રાત્રિના સમયે પેલેડિયમ મોલથી ઈસ્કોન સુધી ભારે ટ્રાફિકજામ સર્જાયો. અંદાજિત 5 કિમી સુધી વાહનોની કતાર લાગતા ખરીદી માટે બહાર નીકળેલા લોકો ફસાયા હતા.

SG હાઈવે પરનો ક્યારેય ન જોયો એવો ડ્રોન નજારો એસ.જી. હાઈવે પર પીક અવર્સમાં ટ્રાફિક સર્જાતો હોય છે. પરંતુ, બુધવારે રાત્રિના સમયે પીક અવર્સ અને મોટી સંખ્યામાં લોકો સિંધુભવન રોડ પર ખરીદી માટે નીકળ્યા હોય ટ્રાફિકજામ સર્જાયો.અંદાજિત પાંચ કિમી સુધી કારની કતાર જોવા મળી.

દિવાળી સુધી ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી શકે સરખેજથી ઈસ્કોન સુધીના સિક્સલેન બ્રિજનું 9 નવેમ્બરે લોકાર્પણ થવાનું છે. દિવાળીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો આંબલી રોડ, ઈસ્કોન, સિંધુભવન રોડ પર આવતા હોય છે. ત્યારે દિવાળી સુધી એસજી હાઈવે પર ટ્રાફિકજામના આવા દૃશ્યો અવારનવાર જોવા મળી શકે છે.

સંબંધિત સમાચારો