logo
Breaking News
રાજ્ય

અખંડ ભારતના શિલ્પીને શ્રદ્ધાંજલિ:સ્વર્ણિમ પાર્કથી મહાત્મા મંદિર સુધી ભવ્ય એકતા દોડ, 6 હજારથી વધુ નાગરિકોએ દોડ લગાવી સરદાર સાહેબને યાદ કર્યા

એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
|4 કલાક પહેલા|2 મિ. વાંચન
અખંડ ભારતના શિલ્પીને શ્રદ્ધાંજલિ:સ્વર્ણિમ પાર્કથી મહાત્મા મંદિર સુધી ભવ્ય એકતા દોડ, 6 હજારથી વધુ નાગરિકોએ દોડ લગાવી સરદાર સાહેબને યાદ કર્યા
Share:

અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજ્યંતી નિમિત્તે આજે પાટનગર ગાંધીનગર ખાતે રાષ્ટ્રભાવના અને એકતાનું અદ્ભુત દર્શન કરાવતી એકતા દોડ ભારે ઉત્સાહ સાથે યોજાઈ હતી. આ રાષ્ટ્રવ્યાપી પર્વની ઉજવણીના ભાગરૂપે સ્વર્ણિમ પાર્ક ખાતે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અખંડિતતાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. સ્વર્ણિમ પાર્કથી મહાત્મા મંદિર સુધી યોજાયેલી એકતા દોડમાં છ હજાર જેટલા નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ અખંડ ભારતના શિલ્પીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

'ભારત માતા કી જય'ના નારાથી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું આ અવસરે ધારાસભ્ય રીટાબેન પટેલ અને જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલેના હસ્તે ફ્લેગ ઓફ આપીને સ્વર્ણિમ પાર્કથી મહાત્મા મંદિર સુધીની આ ભવ્ય એકતા દોડનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. સ્વર્ણિમ પાર્કથી પ્રસ્થાન થઈને ગાંધીનગરના મુખ્ય માર્ગોની શોભા વધારતી આ દોડ મહાત્મા મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. આ તકે સરદાર પટેલ અમર રહે અને ભારત માતા કી જયના ગગનભેદી નારાઓ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યાં રાષ્ટ્રપ્રેમની ઉર્જા ઉજાગર કરતા આ એકતા પર્વમાં આશરે 6,000 જેટલા મહાનુભાવો અને નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સહભાગીઓએ દેશની અખંડિતતા, એકતા તેમજ સાર્વભૌમત્વની અખંડ જાળવણી માટે દ્રઢ નિશ્ચય સાથે સામૂહિક સંકલ્પો લીધા હતા. આ ઉપરાંત ઉત્સાહથી છલકાતા પોલીસ વિભાગ અને ફોરેસ્ટ વિભાગના શૌર્યવંતા જવાનો, ડી.એલ.એસ.એસ.ના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ પાટનગરના ખૂણે-ખૂણેથી ઉમટી પડેલા ગાંધીનગરવાસીઓની ઉપસ્થિતિએ આ ઉજવણીની શાનમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

સરદાર પટેલ: સર્વશ્રેષ્ઠ શિક્ષક વિષય પર વિશેષ પ્રદર્શન આ ઉજવણીના ભાગરૂપે સ્વર્ણિમ પાર્ક ખાતે સરદાર પટેલ: સર્વશ્રેષ્ઠ શિક્ષક વિષય પર વિશેષ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેને નાગરિકોએ નિહાળી હતી. આ પ્રસંગે ગાંધીનગરના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી, શહેર ભાજપ પ્રમુખ આશિષભાઈ દવે તેમજ અનેક પ્રબુદ્ધ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહી રાષ્ટ્રસેવાનો સંદેશ પાઠવ્યો હતો.

આ શ્રેણીના વધુ સમાચાર

સંબંધિત સમાચારો

ટ્રેન્ડ કરી રહ્યા છે