logo
Breaking News
અપરાધ

વડોદરા નજીકથી AK-47 સાથે જૈશ-એ-મોહમ્મદનો આતંકી ઝડપાયો:એરફોર્સ સ્ટેશન ટાર્ગેટ પર હતું, વીડિયો જોઈ હથિયાર ચલાવવાની તાલીમ લીધી

એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
|21 કલાક પહેલા|3 મિ. વાંચન
વડોદરા નજીકથી AK-47 સાથે જૈશ-એ-મોહમ્મદનો આતંકી ઝડપાયો:એરફોર્સ સ્ટેશન ટાર્ગેટ પર હતું, વીડિયો જોઈ હથિયાર ચલાવવાની તાલીમ લીધી
Share:

ગુજરાતમાં આતંકી હુમલાના ઈરાદા સાથે આવેલા જૈશ-એ-મોહમ્દ સાથે સંકળાયેલા આતંકીને ATS (એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ)એ હાલોલ-વડોદરા હાઈવે પરથી દબોચી લીધો. આતંકીના કબજામાંથી એક AK-47 રાયફલ અને 23 જીવતા કારતૂસ મળી આવ્યા.

આતંકી મોહમ્મદ શાહરૂલ ઈસ્લામ કબીરુદ્દીન મૂળ આસામનો રહેવાસી છે અને વડોદરા એરફોર્સ સ્ટેશન પર હુમલાના ઈરાદા સાથે આવ્યો હતો.આતંકીના મોબાઈલમાંથી તેના પુરાવા પણ મળી આવ્યા છે. તે છેલ્લા એક વર્ષથી પાકિસ્તાન સ્થિત જૈસ-એ-મોહમ્મદના હેન્ડલરના સંપર્કમાં હતો.

ગુજરાત એટીએસ દ્વારા આતંકીને 14 દિવસના રિમાન્ડની માગ સાથે વાઘોડિયા કોર્ટમાં રજૂ કરાયો હતો. શરૂઆતમાં વકીલોએ આરોપી તરફ કેસ લડવાનો ઈન્કાર કર્યો હતો. જો કે, સમજાવટ બાદ એક વકીલ કેસ લડવા તૈયાર થયા હતા. રિમાન્ડ પરની દલીલો બાદ કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

હાલોલ-વડોદરા રોડ પર ગોલ્ડન ચોકડી પાસેથી આતંકીને દબોચ્યો ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને આતંકી અંગે બાતમી મળી હતી. જેના આધારે ATSની અલગ અલગ ટીમો કામે લાગી હતી. આતંકી વડોદરાના સયાજીગંજ રેલવે સ્ટેશન નજીક આવેલી હોટલ મિલનમાં રોકાયો હોવાની ચોક્કસ બાતમી મળતા એટીએસની ટીમ પહોંચી હતી. જો કે, તે પહેલા જ તે ચેક આઉટ કર્યા વગર જ હોટલથી ફરાર થઈ ગયો હતો. ATSને હોટલ પરથી મોહમ્મદ શાહરૂલ ઈસ્લામ કબીરુદ્દીનની કેટલીક વિગતો જાણવા મળઈ. જે બાદ તેને ટ્રેસ કરતા તે દાહોદથી પરત વડોદરા તરફ આવતો હોવાની વિગત મળી. એટીએસની ટીમે હાલોલ-વડોદરા રોડ પર ગોલ્ડન ચોકડી પાસે નાકાબંધી કરી દબોચી લીધો.

આસામથી વાયા ભોપાલ થઈ વડોદરા આવ્યો હતો આતંક મોહમ્મદ શાહરુલ આસામનો રહેવાસી છે અને મદ્રેસામાં અભ્યાસ કર્યો હોવાની વિગત મળી છે. આતંકી હુમલાની વિચારધારા ધરાવતા મોહમ્મદ શાહરૂલ આસામથી ટ્રેનમમાં બેસી ભોપાલ પહોંચ્યો હતો અને ભોપાલથી બસમાં વડોદરા આવ્યો હતો. હેન્ડલર તરફથી અપાયેલી સૂચના મુજબ વડોદરા એરફોર્સ સ્ટેશનના ગેટની રેકી કરી હતી. ત્યારબાદ બીજા દિવસે દાહોદ પહોંચી હથિયાર મેળવ્યું હતું.

વડોદરાના એરફોર્સ સ્ટેશન પર હુમલાનો પ્લાન હતો ATSએ આતંકીના મોબાઈલની તપાસ કરતા વોટ્સએપમાંથી અને ગેલેરીમાંથી ચોંકાવનારી માહિતી મળી. વડોદરા એરફોર્સ સ્ટેશન ગેટના ફોટો અને વીડિયો મળી આવ્યા. આ ઉપરાંત AK-47 જેવી બનાવટવાળી ઓટોમેટિક એસોલ્ટ રાયફલ ચલાવવાની તાલીમ અંગેના વીડિયો પણ મળી આવ્યો. આતંકી પાકિસ્તાન સ્થિત હેન્ડલર મુફ્તી રફીક ઉર્ફે 'ઈબ્ન અબ્દુલ્લા'ના સંપર્કમાં હોવાના પુરાવા પણ મળી આવ્યા છે. હેન્ડલર દ્વારા આતંકીને નવો ફોન ખરીદવા માટે રૂપિયા 50,000ની રોકડ આપવામાં આવી હતી. ઘટનાને અંજામ આપી પાકિસ્તાન હિજરત કરી જૈશ-એ-મોહમ્મદ (JeM)ની તંજીમમાં આતંકી તરીકે જોડાઈ શહાદત આપવાનો આરોપી ઈરાદો ધરાવતો હતો.

આતંકીના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા સરકારી વકીલ સ્તુતિ દવેએ જણાવ્યું હતું કે, આરોપીને વાઘોડિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેનું પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે સંડોવણી હોવાનું જણાઈ આવ્યું છે અને ગુજરાતના સુરક્ષા માળખા પર ત્રાસવાદી હુમલો કરવાનું તેમનું કાવતરું હતું. આ કાવતરું નિષ્ફળ ગયું છે અને તેમની સામે યુએપીએ (UAPA) કાયદા હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે. કાયદેસરની કાર્યવાહી મુજબ આજે નામદાર વાઘોડિયા કોર્ટમાં તેમના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. નામદાર કોર્ટે બંને પક્ષોને સાંભળીને રિમાન્ડના મુદ્દાઓ જેમ કે તેની પાસેથી મળી આવેલા પ્રતિબંધિત હથિયારનો સ્ત્રોત શું હતો અને તે ક્યાંથી મળ્યા હતા, તે તમામ બાબતો ધ્યાનમાં લઈને અને તેનું બરાબર અવલોકન કરીને 10 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.વાઘોડિયા વકીલ મંડળના પ્રમુખ મહેશભાઈ પરમાર એ જણાવ્યું હતું કે, આજ રોજ વાઘોડિયા કોર્ટમાં જે આરોપીને રજૂ કરવામાં આવ્યો, તેના તરફે વકીલપત્ર ફાઈલ કરવા માટે વાઘોડિયાના તમામ વકીલોએ સખત વિરોધ કર્યો હતો. વકીલોએ પોલીસને પણ સાથ-સહકાર આપ્યો છે કે, આટલા મોટા આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો આરોપી વાઘોડિયા સુધી આવે, તો વકીલ તરીકે અમારી ફરજ છે કે અમે પોલીસને સહકાર આપીએ અને આવી આતંકવાદી ગતિવિધિઓને સાથ ન આપીએ. પરંતુ આપણા કાયદામાં એવી જોગવાઈ છે કે રિમાન્ડ કે અન્ય કાર્યવાહી સમયે લીગલ એડમાંથી વકીલ આપવામાં આવે છે, તેથી નામદાર કોર્ટના હુકમ મુજબ લીગલ એડમાંથી રાહુલભાઈ નામના વકીલને આરોપી તરફે વકીલપત્ર ફાઈલ કરવા માટે પૂરા પાડવામાં આવ્યા છે.

સંબંધિત સમાચારો