logo
Breaking News
અપરાધ

ભાજપ MLAના ભત્રીજાના બ્લડ ટેસ્ટ મુદ્દે પોલીસ-આરોપીના નિવેદનમાં વિરોધાભાસ:હિટ એન્ડ રનમાં પોલીસની કામગીરી સામે શંકા

એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
|18 કલાક પહેલા|2 મિ. વાંચન
ભાજપ MLAના ભત્રીજાના બ્લડ ટેસ્ટ મુદ્દે પોલીસ-આરોપીના નિવેદનમાં વિરોધાભાસ:હિટ એન્ડ રનમાં પોલીસની કામગીરી સામે શંકા
Share:

અમદાવાદના શીલજ વિસ્તારમાં ગત 11 નવેમ્બરની વહેલી સવારે રેન્જ રોવર કારની અડફેટે બાઈક સવાર યુવકનું મોત નીપજવાની ઘટનામાં હવે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહના ભત્રીજા રાઘવેન્દ્ર કુશવાહે સર્જેલા આ અકસ્માત બાદ તેના બ્લડ સેમ્પલ લેવાયા કે કેમ તે મુદ્દે DySP નીલમ ગોસ્વામી, ઇન્ચાર્જ PI અને ખુદ આરોપીના નિવેદનોમાં મોટી વિસંગતતાઓ સામે આવી છે.

નવા વર્ષની પાર્ટીમાંથી ચાર મિત્રો સાથે પરત ફરતી વખતે અકસ્માત કર્યો હતો ગત 11 નવેમ્બરે સવારે 7 વાગ્યે શીલજ સર્કલ નજીક ગુરુકૃપા ટ્રેડર્સ ચાર રસ્તા પાસે પૂરઝડપે આવતી રેન્જ રોવર કારે રેપિડો બાઈકચાલક પ્રદીપ કુમાર અને પાછળ બેઠેલા 35 વર્ષીય હર્ષદકુમાર પુરબીયાને અડફેટે લીધા હતા, જેમાં હર્ષદકુમારનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને રેન્જ રોવર કારનો ચાલક રાઘવેન્દ્ર કુશવાહ ફરાર થઈ ગયો હતો. બોપલ પોલીસે ઘટનાના 15 કલાક બાદ કારચાલક રાઘવેન્દ્રની ધરપકડ કરી હતી અને પછી જામીન આપી દીધા હતા.

પોલીસ તપાસમાં ખૂલ્યું કે, આરોપી રાઘવેન્દ્ર કુશવાહ કલોલના મેળા પાસે મિત્રએ યોજેલી નવા વર્ષની પાર્ટી પૂર્ણ કરીને ચાર મિત્રો સાથે પરત ફરી રહ્યો હતો, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

બ્લડ ટેસ્ટ ક્યારે અને ક્યાં થયો તે અંગે પોલીસ અને આરોપીના અલગ-અલગ જવાબ આ હાઈપ્રોફાઈલ કેસમાં આરોપીના બ્લડ સેમ્પલ અંગે પૂછવામાં આવતા DySP નીલમ ગોસ્વામીએ કોઈ જવાબ આપવાનું ટાળ્યું હતું, જ્યારે ઇન્ચાર્જ PI એ બ્લડ ટેસ્ટ થઈ ગયો હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ, આરોપી રાઘવેન્દ્ર કુશવાહે મીડિયા સમક્ષ બ્લડ ટેસ્ટ થયો હોવાનું કહ્યું હતું, પરંતુ કઈ હોસ્પિટલમાં ટેસ્ટ કરાયો તે અંગે જવાબ આપી શક્યો ન હતો. લોકો મારશે તેવા ડરથી ઘટનાસ્થળેથી ભાગી ગયો હોવાનું આરોપીએ રટણ કર્યું હતું, પરંતુ પોલીસ અધિકારીઓના પરસ્પર વિરોધી નિવેદનોએ તપાસ સામે શંકા જન્માવી છે.

સંબંધિત સમાચારો