વ્યાપાર
ઓક્ટોબરના છેલ્લા દિવસે આવ્યો પેટ્રોલ ડીઝલના ભાવમાં બદલાવ.. જાણો 1 લિટરનો રેટ શું ?
એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ)નો ભાવ આજે પણ પ્રતિ બેરલ $110થી ઉપર છે. ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પર દબાણ યથાવત છે. જોકે, રાહતની વાત એ છે કે ઓઈલ કંપનીઓએ આજે, શનિવાર, 31 ઓક્ટોબરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. ભાવ મે મહિનામાં જોવા મળેલા સ્તરે જ યથાવત છે. નોંધનીય છે કે અલગ-અલગ કર માળખાને કારણે દેશભરમાં વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ-અલગ હોય છે.
મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
- નવી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ₹102.12 પ્રતિ લિટર છે. ડીઝલની વાત કરીએ તો, દિલ્હીમાં તેનો ભાવ ₹95.20 પ્રતિ લિટર,
- કોલકાતામાં પેટ્રોલ ₹113.51, મુંબઈમાં ₹111.21 અને ચેન્નાઈમાં ₹107.76 પ્રતિ લિટર છે.
- કોલકાતામાં ડીઝલ ₹99.82, ચેન્નાઈમાં ₹99.55 અને મુંબઈમાં ₹97.83 પ્રતિ લિટર છે.
- ઉત્તર પ્રદેશની રાજધાનીમાં ડીઝલનો ભાવ ₹95.36 પ્રતિ લિટર છે, જ્યારે પેટ્રોલનો ભાવ ₹101.86 પ્રતિ લિટર છે.
- નોઈડામાં પેટ્રોલ ₹101.96 પ્રતિ લિટર અને ડીઝલ ₹95.44 પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે.
- દેશના કેટલાક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ખૂબ જ ઊંચા છે.
- બિહારની રાજધાની પટનામાં આજે, 31 ઓક્ટોબરે પેટ્રોલનો ભાવ ₹113.37 પ્રતિ લિટર છે.
- જ્યારે ડીઝલ ₹99.36 પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે.
- તિરુવનંતપુરમમાં ડીઝલનો ભાવ ₹104.40 પ્રતિ લિટર છે. આ શહેરમાં પેટ્રોલનો ભાવ ₹115.49 પ્રતિ લિટર છે.
- હૈદરાબાદમાં ભાવ આ શહેરોની સરખામણીમાં પણ વધુ છે. પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 116.15 છે, જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂ. 104.23 છે.
- જયપુરમાં પણ ભાવ રૂ. 110 થી વધુ છે. રાજસ્થાનની રાજધાનીમાં આજે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 113.19 છે અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂ. 98.25 છે.
- બેંગલુરુમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂ. 99.56 છે.
- ગુરુગ્રામમાં તે પ્રતિ લિટર રૂ. 95.64 છ; અને ચંદીગઢમાં ડીઝલ પ્રતિ લિટર રૂ.89.47ના ભાવે વેચાઈ રહ્યું છે.
- બીજી તરફ, ચંદીગઢમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ.101.54 છે
- ગુરુગ્રામમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 102.97 છે.
- નોંધનીય છે કે, બેંગલુરુમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ.111.68 છે.









