પોલીસકર્મીઓ-અધિકારીઓને ઠગનાર ચૌધરી બાપ-બેટાની ધરપકડ:ઉચ્ચ અધિકારીઓ સાથે મોટી વગ હોવાનું કહી બદલી-ખાતાકીય તપાસ પૂરી કરવાના નામે લાખો પડાવ્યાં

ઉચ્ચ અધિકારીઓ સાથે મોટી વગ હોવાની ખોટી ઓળખ આપીને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી લાખો રૂપિયા પડાવનાર ઠગ પિતા-પુત્રની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી વિષ્ણુ ઉર્ફે એન.ડી. ચૌધરી અને અક્ષ ચૌધરી વિરુદ્ધ એક પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસના જ મિત્ર બનીને અનેક અધિકારી-કર્મચારીને ઠગ્યા એક પોલીસ કોન્સ્ટેબલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે કે, બાપ-દીકરાએ ભેગા મળી કોન્સ્ટેબલની બદલી કરાવવા માટે ખાતાકીય તપાસ પૂરી કરવાનું કહીને લાખો રૂપિયા પડાવ્યા હતા. ઠગ બાપ દીકરાએ પોતાની ઓળખાણ ઉચ્ચ અધિકારીઓ સાથે હોવાનું કહીને પોલીસ કર્મચારીઓને અધિકારીઓ પાસેથી લાખો રૂપિયા પડ્યા છે. ગઠિયાઓએ પોલીસના જ મિત્ર બનીને અનેક પોલીસ કર્મચારીઓના અધિકારીને ઠગ્યા છે.
મનગમતી જગ્યાએ પોસ્ટિંગ અપાવવાની ખોટી લાલચ આપતા ઠગ બાપ દીકરો પોલીસ કર્મચારીઓના અધિકારીને મનગમતી જગ્યાએ પોસ્ટિંગ અપાવવાની ખોટી લાલચ આપતા હતા એટલું જ નહીં જે પણ પોલીસ કર્મચારી કે અધિકારીની ખાતાકીય તપાસ ચાલતી હોય તેનો નિકાલ કરી આપવાનું કહીને પૈસા પડાવતા હતા. બાપ દીકરાએ ભેગા મળી લાલચ આપી અને અધિકારી અને કર્મચારી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા છે.
એન.ડી ચૌધરી અને આકાશ ચૌધરીની ધરપકડ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ અંગે ગુનો નોંધી વિષ્ણુ ઉર્ફે એન.ડી ચૌધરી અને આકાશ ચૌધરીની ધરપકડ કરી છે. હાલ આ બંનેની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછમાં અનેક કર્મચારી અને અધિકારીઓ સાથે ઠગાઈ થઈ હોવાના પૂરી શક્યતા છે.








