logo
Breaking News
અપરાધ

ખેડૂત સાથે બેંક કર્મીએ 21 લાખની છેતરપિંડી આચરી:લોન પુરી કરવા માટે ફરિયાદીનો મોબાઈલ મેળવી આરોપીએ પોતાની પત્નીના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા

એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
|10 કલાક પહેલા|3 મિ. વાંચન
ખેડૂત સાથે બેંક કર્મીએ 21 લાખની છેતરપિંડી આચરી:લોન પુરી કરવા માટે ફરિયાદીનો મોબાઈલ મેળવી આરોપીએ પોતાની પત્નીના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા
Share:

રાજકોટના ખેડૂત સાથે રૂ.21 લાખની છેતરપિંડી બેંકના કર્મચારી દ્વારા આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ખેડૂતે લીધેલી લોન ભરપાઈ કરવા માટે બેંક કર્મીએ મોબાઈલ મેળવી બાદમાં લોન એકાઉન્ટના બદલે પોતાની પત્નીના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. જો કે ખેડૂતે લોનની પૂછપરછ માટે બેંકમાં રૂબરૂ જઇ સંપર્ક કરતા પોતાની લોન ભરપાઈ ન થયાનું સામે આવતા ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડૂતે એપ્રિલ, 2025માં રૂ.23.60 લાખની લોન કરાવી હતી ફરિયાદી અજયસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, મારે મકાનના રિનોવેશનના કામે માટે પૈસાની જરૂરીયાત હોવાથી ખેતીની જમીન ઉપર એગ્રીકલ્ચર લોન કરાવવાની હોવાથી મેટોડા એક્સિસ બેંકમા લોન બાબતે તપાસ કરી હતી. ત્યાં લોન વિભાગમાં નોકરી કરતા ભાવિન રમેશભાઇ વરસાણી તથા તેની સાથે નોકરી કરતા તુષાર મારા કોન્ટેકમાં આવ્યાં હતા. ત્યારબાદ તેઓ મારા ઘરે આવીને મારી પાસેથી તમામ જરૂરી ડોક્યુમેન્ટ લઈ ગયા હતા અને મેટોડા એક્સિસ બેંકની બ્રાન્ચમાથી એપ્રિલ, 2025માં રૂ.23.60 લાખની લોન કરાવી આપી ભાવીને મારી સાથે સારા સંબંધ કેળવેલા હતા.

ખેડૂતે લોન પુરી કરવા બેંક કર્મીને જાણ કરી હતી 6 મહિના બાદ પૈસાની સગવડ થઈ જતા મેં ભાવિનને વાત કરી કે મારે ધીમે-ધીમે લોન પુરી કરી દેવી છે અને ગ્રામીણ બેંક મવડી શાખામા મારા ખાતામા પૈસા પડેલા છે. જેથી ભાવીને જણાવ્યું કે, ગ્રામીણ બેંકના ખાતામાંથી એક્સિસ બેંકના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દો. પ્રથમ 25.09.2025ના રોજ આર.ટી.જી.એસ.થી 10 લાખ એક્સિસ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા હતા. ત્યારબાદ ભાવીન મારા ઘરે બપોરના 12 વાગ્યા આસપાસ આવી અને મારો ફોન લોન ખાતામાં પૈસા નાખવા માટે લીધો હતો. થોડા સમય પછી ફોન મને પરત આપીને કહ્યું કે, તમારા લોન એકાઉન્ટમાં પૈસા જમા થઇ ગયા છે.

પોતાનું પાપ છુપાવવા રૂ.1.32 લાખ લોનનું વ્યાજ ભરી દીધું હતું ત્યારબાદ 06.10.2026ના રોજ NEFT દ્વારા ગ્રામીણ બેંકમાંથી રૂપિયા 9 લાખ મારા એક્સિસ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા, ત્યારે પણ ભાવીને મારો ફોન લોન એકાઉન્ટમાં પૈસા નાખવા માટે લીધો અને બાદમાં કહ્યું કે, લોન એકાઉન્ટમાં પૈસા જમા થઇ ગયા છે. તથા રોકડા રૂપિયા 2 લાખ મેં તે જ દિવસે ભાવીનને લોનમાં ભરવા માટે આપ્યા હતા. ત્યારબાદ ભાવીને મને જણાવ્યું કે, તમારા પૈસા તમારા લોન એકાઉન્ટમાં જમા થઇ ગયા છે, જેથી મેં તેના પર વિશ્વાસ રાખી બેંકમાં તપાસ કરી ન હતી. આ પછી મને વર્ષ 2026ના મેમાં બેંકમાંથી ફોન આવ્યો અને જણાવ્યું કે, તમારે વ્યાજ ભરવાનો સમય થઇ ગયો છે. જેથી મેં ભાવીનને ફોન કરતા તેમણે મને જણાવ્યું કે, રૂ.1320 ચાર્જ ભરવાનો છે તે હું ભરી દઇશ. બાદ તેમણે રૂ.1.32 લાખ લોનનું વ્યાજ ભરી દીધું હતું.

તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ત્યારબાદ હું 15.06.2026ના રોજ એક્સિસ બેંકની કે.કે.વી, બ્રાંચ ખાતે લોન વિભાગમાં લોન બાબતે તપાસ કરવા ગયો, ત્યારે મને ત્યાંથી જાણવા મળ્યું કે મારી લોનમાં પૈસા જમા થયા નથી અને મેં લોન ભરવા માટે મારા ઍક્સીસ ખાતામાં નાખેલ રૂપિયા 19 લાખ આ ભાવીને તેમની પત્ની વૈશાલીબેનના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા છે. બાદ મેં ભાવીનને ફોન કરતા તેમનો ફોન બંધ આવતો હતો. મેં તેમના પિતાને આ બાબતે વાન કરી હતી, ત્યારે તેમણે મને જણાવ્યું કે ભાવિન ગુમ થઈ ગયો છે અને તે પરત આવી જશે, ત્યારે તમારા પૈસા અમે પરત આપી દેશુ. જો કે, આજ દિવસ સુધી રૂ.21 લાખ પરત ન આપતા ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ભાવિન ચંદારાણા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચારો