કરીના કપૂર-શાહિદ કપૂર 19 વર્ષ પછી ફરી ભેટ્યા:IIFA ઇવેન્ટમાં જોડીને જોઈને ફેન્સ ઇમોશનલ થયા; કહ્યું- 'જબ વી મેટ'ના ગીત-આદિત્યની યાદ આવી ગઈ

IIFA 2027ની પ્રેસ કોન્ફરન્સ ગુરુવારે, 22 ઓક્ટોબરે મુંબઈમાં યોજાઈ, જેમાં સલમાન ખાનથી લઈને રશ્મિકા મંદાના, શાહિદ કપૂર અને કરીના કપૂર ખાન જેવા સેલિબ્રિટીઝ પહોંચ્યા. સુપરસ્ટાર સલમાન ખાને અંદાજ સાથે આ ઇવેન્ટમાં એન્ટ્રી લીધી અને દર વખતની જેમ આ વખતે પણ લાઈમલાઇટ લૂંટી લીધી. 27 ઓક્ટોબરથી અબુધાબીમાં IIFA અવોર્ડ્સની શરૂઆત થશે, જેમાં બૉલીવુડના ઘણા મોટા સિતારાઓ પહોંચવાના છે. આ દરમિયાન ગુરુવારે મુંબઈમાં યોજાયેલી IIFAની પ્રેસ કોન્ફરન્સનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં શાહિદ કપૂર અને કરીના કપૂર એકબીજાને મળતા નજરે પડી રહ્યા છે. ઇવેન્ટમાં બંનેને જોઈને ફેન્સને ફરી એકવાર 'જબ વી મેટ'ના ગીત અને આદિત્ય યાદ આવી ગયા.
**શાહીદ અને કરીના ભેટ્યા, ફેન્સ ખુશ થયા**
IIFA ઇવેન્ટમાં મળ્યા શાહિદ કપૂર અને કરીના કપૂર ખાન ઇવેન્ટમાં કરીના કપૂર ઑલ બ્લેક આઉટફિટ પહેરીને પહોંચી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. પોતાના લુકથી તેણે દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. જ્યારે શાહિદ કપૂર વ્હાઇટ સૂટ પહેરીને આ ઇવેન્ટમાં સામેલ થયો અને જેવી તેણે કરીનાને જોઈ, તે તેને મળવા પહોંચ્યો. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શાહિદ અને કરીનાએ એકબીજાને ભેટીને ગ્રીટ કર્યું. લાંબા સમય પછી ફરી બંનેને આ રીતે મળતા જોઈને તેમના ફેન્સ ઘણા જ ખુશ છે. સોશિયલ મીડિયા પર બંનેનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેના પર ફેન્સ ખૂબ જ રિસ્પોન્ડ કરી રહ્યા છે.
**વીડિયો પર લોકોના રિએક્શન્સ**
કરીના કપૂર અને શાહિદ કપૂરની આ મુલાકાતના વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સના રિએક્શન્સની વાત કરીએ તો મોટાભાગના લોકો ખુશ નજરે આવ્યા. એક જણે કમેન્ટ કરતાં લખ્યું- 'પર્ફેક્ટ પેર, બંને એકબીજા માટે જ બન્યા હતા, પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું.' જ્યારે અન્ય એક યુઝરે લખ્યું- 'મારા ફેવરિટ ગીત અને આદિત્ય, કાશ આપણે તેમને ફરી સ્ક્રીન પર સાથે જોઈ શકાતા.' તો ત્રીજા યુઝરે લખ્યું- 'હું આ મોમેન્ટ રાહ જોઈ રહી હતી, મારા ફેવરિટ બેબો અને શાહિદ ફૉરેવર.' એકે લખ્યું - 'બંને એકબીજા સાથે કેટલા સારા લાગે છે. તેમને જોતા જ ઇમોશનલ થઈ જાઉં છું.'
**વર્ષ 2007માં શાહિદ-કરીનાનું બ્રેકઅપ થયું હતું**
શાહિદ અને કરીનાનું અફેરમાં બૉલીવુડના સૌથી ચર્ચિત અફેર્સમાંથી એક હતું. તેમણે લગભગ 3થી 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા. જોકે, જ્યારે તેઓ ઇમ્તિયાઝ અલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘જબ વી મેટ’ કરી રહ્યા હતા, ત્યારે વર્ષ 2007માં શૂટિંગના અંતિમ દિવસોમાં બંનેના બ્રેકઅપની ખબરોએ ખૂબ જોર પકડ્યું હતું.
**IIFA ઇવેન્ટમાં સલમાન ખાન છવાયો**
બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન પણ ગુરુવારે, 22 ઓક્ટોબર 2026ના રોજ મુંબઈમાં યોજાયેલી IIFA પ્રેસ કૉન્ફરન્સમાં સામેલ થયો. જોકે, આ ઇવેન્ટની સૌથી ખાસ મોમેન્ટ ત્યારે જોવા મળી, જ્યારે સુપરસ્ટારને મળવા એક નાની બાળકી પહોંચી અને તેને ભેટી પડી. બાળકી પોતાની સાથે સલમાન ખાનનું પૉસ્ટર પણ લઈને આવી હતી. સલમાને પણ તેને નિરાશ ન કરી અને પ્રેમથી તેનું અભિવાદન કર્યું. આ સુંદર પળનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે, જેને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.





