logo
Breaking News
રાજ્ય

જામનગરમાં અંબાણી પરિવારની ગરબા રમઝટ:રિલાયન્સ ગ્રીન્સ ખાતે અનંત અંબાણી, રાધિકા મરચન્ટ અને નીતા અંબાણી ખેલૈયાઓ સાથે મન મૂકીને ગરબા રમ્યા

એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
|17 કલાક પહેલા|1 મિ. વાંચન
જામનગરમાં અંબાણી પરિવારની ગરબા રમઝટ:રિલાયન્સ ગ્રીન્સ ખાતે અનંત અંબાણી, રાધિકા મરચન્ટ અને નીતા અંબાણી ખેલૈયાઓ સાથે મન મૂકીને ગરબા રમ્યા
Share:

જામનગરના રિલાયન્સ ગ્રીન્સ ખાતે આયોજિત નવરાત્રિ મહોત્સવમાં અંબાણી પરિવારે હાજરી આપીને ગરબા મહોત્સવની રોનક વધારી દીધી હતી. અંબાણી પરિવારના આગમન સમયે આતશબાજી સાથે લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

સ્ટેજ પરથી રાધિકા મરચન્ટ અને અનંત અંબાણીએ ઉપસ્થિત તમામ લોકોને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી હતી. આ દરમિયાન રાધિકા મરચન્ટે અનંત અંબાણીની પ્રશંસા કરતા કહ્યું હતું કે, "તમે એકદમ કૃષ્ણા લાગો છો", જેનાથી વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. આ સાથે જ ઉપસ્થિત સૌકોઈએ એકસાથે રાધિકાને 'હેપ્પી બર્થડે' વિશ કર્યું હતું.

**સ્ટેજ પર ગરબાની રમઝટ અને ઉત્સવનો આનંદ**

નવરાત્રિના આ પાવન પર્વ પર નીતા અંબાણી, રાધિકા મરચન્ટ અને અનંત અંબાણી સ્ટેજ પર પરંપરાગત ગરબાના તાલ પર ઉત્સાહપૂર્વક ઝૂમી ઉઠ્યા હતા. નીતા અંબાણી અને રાધિકા મરચન્ટે એકસાથે ગરબા રમીને મનોરમ દૃશ્યો સર્જ્યા હતા.

અંબાણી પરિવારના તમામ સભ્યોએ હાથ જોડીને ઉપસ્થિત ખેલૈયાઓનું અભિવાદન ઝીલ્યું હતું. આ ઉત્સવમાં રિલાયન્સ પરિવારના સભ્યો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમગ્ર માહોલ ભક્તિ અને આનંદથી ગુંજી ઉઠ્યો હતો.