અકસ્માત
રાજસ્થાન- પુરપાટ ઝડપે કાર ટ્રકમાં ઘૂસી, 6નાં મોત:આમાંથી 5 એક જ પરિવારના હતા, મંદિર જઈ રહ્યા હતા
એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ

રાજસ્થાનના ચુરુમાં પુરપાટ ઝડપે એક કાર આગળ જઈ રહેલા ટ્રકમાં ઘૂસી ગઈ. શનિવારે સવારે 8:30 વાગ્યે થયેલા અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના પાંચ સભ્યો અને ડ્રાઇવરનું મોત થયું.સાદુલપુર (ચુરુ)ના દદરેવમાં થયેલા અકસ્માતમાં સાત મહિનાની બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે. માહિતી અનુસાર, મૃતકો તારાનગર (ચુરુ)ના સોમસીસર ગામના રહેવાસી હતા. તેઓ ગોગામેડી (હનુમાનગઢ)માં દેવીનાં દર્શન કરવા જઈ રહ્યા હતા.






