logo
Breaking News
મોસમ

24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2.6°C વધારો:નલિયા 13.8°C સાથે સતત બીજા દિવસે સૌથી ઠંડુ શહેર, કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે

એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
|3 દિવસ પહેલા|1 મિ. વાંચન
24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2.6°C વધારો:નલિયા 13.8°C સાથે સતત બીજા દિવસે સૌથી ઠંડુ શહેર, કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે
Share:

ગુજરાતમાં ગુલાબી ઠંડીના માહોલ વચ્ચે છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં 2.6 ડિગ્રીનો વધારો થયો છે. નલિયા 13.8°C સાથે સતત બીજા દિવસે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું. 24 નવેમ્બરે નલિયાનું લઘુતમ તાપમાન 11.2 ડિગ્રી હતું, જેમાં 2.6 ડિગ્રીનો વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીથી કડકડતી ઠંડીની શરૂઆત થઈ શકે છે. અત્યારે જે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, તેનું કારણ પવનની દિશા છે. અત્યારે ઉત્તર પૂર્વથી પૂર્વ દિશા તરફના સૂકા અને ઠંડા પવનોને કારણે વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

આગામી 7 દિવસ સુધી રાજ્યમાં તાપમાન યથાવત્ રહેવાની શક્યતા આગામી 7 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં હવામાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે અને તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો સામાન્ય વધારો થઈ શકે છે. હાલ નોર્થ-ઈસ્ટર્લી (ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશાના) પવનો ફૂંકાતા હોવાથી તાપમાનમાં ઘટાડો થશે નહીં, પરંતુ ઉત્તરીય પવનો (નોર્થર્લીઝ) સેટ થયા બાદ જ રાજ્યમાં ઠંડીનું જોર વધશે.

સંબંધિત સમાચારો