11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર:લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ દિવસ ક્રમશઃ વધારો થશે

ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. મોટાભાગના શહેરોમાં 22 નવેમ્બરે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું છે. જો કે આગામી બે-ત્રણ દિવસમાં હજુ લઘુતમ તાપમાનમાં ક્રમશ વધારો થવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ સુધી હવામાન સૂકું રહેવાની સંભાવના છે. આગામી સાત દિવસ માટે કોઈ હવામાન વોર્નિંગ આપવામાં આવી નથી અને ત્યારબાદના બે દિવસ એટલે કે 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન પણ હવામાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી.
અમરેલીમાં લઘુતમ તાપમાન 12.8 °C નોંધાયું ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નોંધપાત્ર નીચું રહ્યું હતું, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં તે સામાન્યથી નીચું થી નોંધપાત્ર નીચું રહ્યું છે. કચ્છના અન્ય કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી ઊંચું રહ્યું હતું અને બાકીના વિસ્તારોમાં સામાન્ય રહ્યું હતું.
લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ વધારો થવાની શક્યતા છે, અને ત્યારબાદ કોઈ મોટા ફેરફારની સંભાવના નથી. અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સરક્યુલેશન યથાવત છે, અને નીચલા સ્તરે ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે.







