અકસ્માત
અંકલેશ્વરની હોટલના કિચનમાં આગ લાગી:સ્ટેશન રોડની હોટલ રુચિમાં ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો
એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ

અંકલેશ્વરના સ્ટેશન રોડ પર આવેલી હોટલ રુચિના કિચનમાં આગ લાગી હતી. અંકલેશ્વર નગરપાલિકાની ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગ લાગતાં હોટલના સ્ટાફ અને આસપાસના લોકોમાં દોડધામ મચી હતી. ફાયર વિભાગને જાણ કરાતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ બુઝાવવાની કામગીરી પહેલાં હોટલની ગેસ લાઇન અને વીજ કનેક્શન બંધ કરાયાં હતાં. ત્યારબાદ ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી.
પ્રાથમિક અનુમાન મુજબ, શોર્ટ સર્કિટના કારણે કિચનમાં આગ લાગી હોઈ શકે છે. આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ સ્પષ્ટ થશે. આગને કારણે સ્ટેશન રોડ વિસ્તારમાં થોડા સમય માટે દોડધામ જોવા મળી હતી.









