logo
Breaking News
અકસ્માત

બિહારની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ:એક જ પરિવારના 5 લોકોનાં મોત, બિલ્ડિંગની બહાર મૃતદેહો વેરવિખેર મળ્યા

એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
|5 કલાક પહેલા|1 મિ. વાંચન
બિહારની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ:એક જ પરિવારના 5 લોકોનાં મોત, બિલ્ડિંગની બહાર મૃતદેહો વેરવિખેર મળ્યા
Share:

બિહારના સિવાનમાં ફટાકડા બનાવતી વખતે ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં એક જ પરિવારના 5 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં ફટાકડા ફેક્ટરીના માલિક અમીરુદ્દીન (70) ઉપરાંત કલ્લૂ, અસરફ (10), મુસ્કાન (23) અને ખુશ્બૂ (13)નો સમાવેશ થાય છે.

પ્રથમ વિસ્ફોટમાં 7 લોકોનાં મોતની માહિતી સામે આવી હતી. શરૂઆતમાં ડીએમએ 3 લોકોનાં મોતની પુષ્ટિ કરી હતી, ત્યારબાદ એસપી ભારત સોનીએ દુર્ઘટનામાં 5 લોકોનાં મોતની માહિતી આપી છે. એક વ્યક્તિ કાટમાળ નીચે દટાયેલી હોવાની આશંકા છે. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.

આ દુર્ઘટના જામો પોલીસ સ્ટેશન વિસ્તારના આલમપુર ગામમાં બની હતી. વિસ્ફોટને કારણે આખું મકાન ધરાશાયી થઈ ગયું. લોકોનાં મૃતદેહો રસ્તા પર વિખેરાઈ ગયા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, લગભગ દોઢ કલાક સુધી વચ્ચે-વચ્ચે વિસ્ફોટ થતા રહ્યા.

**20 વર્ષ પહેલાં ફટાકડા બનાવવાનું લાઇસન્સ લીધું હતું**

એસપી ભારત સોનીએ જણાવ્યું કે અત્યાર સુધી મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. 20 વર્ષ પહેલાં ફટાકડા બનાવવાનું લાઇસન્સ લેવામાં આવ્યું હતું. જોકે, હાલમાં લાઇસન્સ માન્ય છે કે નહીં, તેની તપાસ કરવામાં આવી રહી છે.

જે મકાનમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા, તે ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આવેલું છે.

સંબંધિત સમાચારો