logo
Breaking News
અકસ્માત

આઇસર બોલેરો પીક અપ વચ્ચે ટક્કર:મહિલા સહિત બેથી વધુને ઈજા, કેટરિંગનો સામાન લઈ જતા હતા

એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
|10 કલાક પહેલા|1 મિ. વાંચન
આઇસર બોલેરો પીક અપ વચ્ચે ટક્કર:મહિલા સહિત બેથી વધુને ઈજા, કેટરિંગનો સામાન લઈ જતા હતા
Share:

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં સેફ્રોન ટાવર પાસે આઈશર ટ્રક અને બોલેરો પીક અપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આઈશર ટ્રકના ચાલકે બોલેરોને જોરદાર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

2થી વધુ ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા બોલેરો વાહનમાં કેટરિંગનો સામાન લઈ જઈ રહ્યો હતો. તે દરમ્યાન આઈસર ચાલકે ટક્કર મારી હતી. અકસ્માતમાં બોલેરોમાં સવાર બે કરતાં વધુ વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

આઈશરનો ચાલક ટ્રક મૂકીને ફરાર બીજી તરફ, અકસ્માત સર્જ્યા બાદ આઈશર ટ્રકનો ચાલક પોતાનું વાહન મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાની વિગતો સામે આવી છે. બનાવને પગલે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને ફરાર આઈશર ચાલકને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચારો