logo
Breaking News
વ્યાપાર

LICની સ્કીમમાં 5 વર્ષ પ્રીમિયમ ભરો પછી જીવનભર કમાણી:દર મહિને ગેરેન્ડેટ ઈન્કમનો લાભ

એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
|2 કલાક પહેલા|2 મિ. વાંચન
LICની સ્કીમમાં 5 વર્ષ પ્રીમિયમ ભરો પછી જીવનભર કમાણી:દર મહિને ગેરેન્ડેટ ઈન્કમનો લાભ
Share:

જો તમે નિવૃત્તિ પછીના ખર્ચાઓને લઈને ચિંતિત છો અને જીવનભર આવક મેળવવા માંગો છો, તો આજે અમે LICની એક એવી સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ, જેમાં તમે પાંચ વર્ષ સુધી પ્રીમિયમ જમા કરીને જીવનભર કમાણી કરી શકો છો.

LICની આ યોજના જીવન ઉત્સવ પોલિસી છે. આ પ્લાનમાં પોલિસીધારકો માટે અનેક પ્રકારના વિકલ્પો ઉપલબ્ધ છે. આ એક નોન-લિંક્ડ અને નોન-પાર્ટિસિપેટિંગ વ્યક્તિગત જીવન વીમા યોજના છે. તેનો અર્થ એ છે કે તેના લાભો શેરબજારના રિટર્ન પર આધારિત નથી. આ યોજના હેઠળ પોલિસીધારકોને રિસ્ક કવર પણ આપવામાં આવે છે.

આ સ્કીમ હેઠળ 5 વર્ષથી લઈને 16 વર્ષ સુધી પ્રીમિયમ ચૂકવવાનો વિકલ્પ આપવામાં આવે છે. તેનો ન્યૂનતમ બેઝિક સમ અશ્યોર્ડ 5 લાખ રૂપિયા છે. જો 30 વર્ષનો કોઈ વ્યક્તિ 5 લાખ રૂપિયાનું બેઝિક સમ અશ્યોર્ડ ઇચ્છે છે અને તે 5 વર્ષ માટે પ્રીમિયમ ચૂકવવાનો વિકલ્પ પસંદ કરે છે, તો પાંચ વર્ષના વિકલ્પમાં વાર્ષિક પ્રીમિયમ 1,10,150 રૂપિયા હશે.

જો તે 8 વર્ષનો વિકલ્પ પસંદ કરે છે, તો આ રકમ 72,600 રૂપિયા, 12 વર્ષના વિકલ્પમાં વાર્ષિક પ્રીમિયમ 44,275 રૂપિયા અને 16 વર્ષના વિકલ્પમાં 30,025 રૂપિયા હશે.

10 ટકા વાર્ષિક આવક

આ પોલિસીના નિયમિત આવક લાભ વિકલ્પ હેઠળ પોલિસીધારકોની વાર્ષિક આવક સમ અશ્યોર્ડના 10 ટકા હશે. 5 લાખ રૂપિયાના બેઝિક સમ અશ્યોર્ડ પર આ આવક વાર્ષિક 50 હજાર રૂપિયા હશે. પ્રીમિયમ ચૂકવવાનો સમયગાળો 5 વર્ષ હોવા પર આવક પોલિસીના 11મા વર્ષથી શરૂ થઈ જાય છે. આ આવક પોલિસીધારકને જીવનભર મળતી રહે છે.

ગેરેન્ટેડ વધારાની આવક

LIC જીવન ઉત્સવમાં પોલિસીની શરતો અનુસાર, પ્રીમિયમ ચૂકવવાની અવધિ દરમિયાન ગેરેન્ટેડ વધારાની આવક મળે છે. પોલિસીના દરેક પાત્ર વર્ષમાં બેઝિક સમ અશ્યોર્ડના દરેક 1000 રૂપિયા પર 40 રૂપિયાનો વધારો ઉમેરાય છે. 5 લાખ રૂપિયાના બેઝિક સમ અશ્યોર્ડ પર દરેક પાત્ર વર્ષમાં ગેરેન્ટેડ વધારાની રકમ 20,000 રૂપિયા સુધી પહોંચી જાય છે.

LIC જીવન ઉત્સવ પોલિસી વિલંબિત અને સંચિત ફ્લેક્સી આવક લાભો પર વાર્ષિક 5.5 ટકાના દરે વ્યાજ ચૂકવશે. આ ઉપાડની ગણતરી સરન્ડર અથવા મૃત્યુની તારીખ સુધીના સંપૂર્ણ મહિના માટે વાર્ષિક ધોરણે કરવામાં આવશે, જે વહેલું હોય તે મૂજબ. પોલિસીધારક રકમના 75% સુધી ઉપાડી શકે છે, જેમાં વ્યાજ પણ સામેલ છે.

આ પોલિસીમાં પોલિસીધારકોને સર્વાઇવલ બેનિફિટ, મેચ્યોરિટી બેનિફિટ, એક્યુમ્યુલેટેડ બેનિફિટ, ડેથ બેનિફિટ મળે છે.

લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એક ભારતીય બહુરાષ્ટ્રીય જાહેર ક્ષેત્રની જીવન વીમા કંપની છે જેનું મુખ્ય મથક મુંબઈમાં છે. તે ભારતની સૌથી મોટી વીમા કંપની તેમજ સૌથી મોટી સંસ્થાકીય રોકાણકાર છે.