logo
Breaking News
રમત

જે કોઈ ના કરી શકે એ વૈભવે કરી બતાવ્યું...:53 બોલમાં 204 રનની અવિશ્વનીય ઇનિંગ રમી, 50 ઓવરના ક્રિકેટનો ઇતિહાસ બદલી નાખ્યો

એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
|8 કલાક પહેલા|3 મિ. વાંચન
જે કોઈ ના કરી શકે એ વૈભવે કરી બતાવ્યું...:53 બોલમાં 204 રનની અવિશ્વનીય ઇનિંગ રમી, 50 ઓવરના ક્રિકેટનો ઇતિહાસ બદલી નાખ્યો
Share:

દોહાના મેદાન પર આજે ભારતીય ક્રિકેટના ઉભરતા સિતારા વૈભવ સૂર્યવંશીએ એવું ઐતિહાસિક વાવાઝોડું સર્જ્યું કે ક્રિકેટ જગતના વર્ષો જૂના વર્લ્ડ રેકોર્ડ્સ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા. એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં UAE સામે ઈન્ડિયા-A તરફથી રમતા વૈભવે માત્ર 28 બોલમાં સદી અને 53 બોલમાં 204 રનની અવિશ્વસનીય ઇનિંગ્સ રમીને 50 ઓવરના ક્રિકેટનો ઇતિહાસ બદલી નાખ્યો છે. આ એક જ ઇનિંગ્સમાં તેણે સૌથી ઝડપી સદી, સૌથી ઝડપી બેવડી સદી અને એક ઇનિંગ્સમાં સૌથી વધુ 28 છગ્ગા ફટકારવાના ત્રણ-ત્રણ મોટા વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.

વૈભવે ન્યૂઝીલેન્ડના ચેડ બોવેસનો રેકોર્ડ તોડ્યો

વૈભવ સૂર્યવંશીએ સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવી દીધો. આ પહેલાં આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના ચેડ બોવેસના નામે હતો, જેણે 2024માં કેન્ટરબરી તરફથી ઓટાગો સામે 103 બોલમાં બેવડી સદી ફટકારી હતી.

વૈભવે 28 બોલ વનડે સેન્ચુરીનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

વૈભવ સૂર્યવંશીએ ઇબરાર અહેમદના ઓવરમાં છગ્ગો અને સતત 2 ચોગ્ગા ફટકારીને 28 બોલમાં સેન્ચુરી પૂરી કરી. તેણે સાતમી ઓવરના પહેલા બોલ પર છગ્ગો, બીજા બોલ પર ચોગ્ગો અને ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકારીને આ સિદ્ધિ મેળવી.

લિસ્ટ-A ક્રિકેટમાં બોલની દૃષ્ટિએ સૌથી ઝડપી સદી ફટકારનાર બેટર્સની યાદીમાં વૈભવ સૂર્યવંશી પ્રથમ સ્થાને આવી ગયો છે. તેણે આજે UAE સામે માત્ર 28 બોલમાં સેન્ચુરી ફટકારીને આ કારનામું કર્યું છે. જેક ફ્રેઝર-મેકગર્ક આ યાદીમાં બીજા સ્થાને છે. તેણે વર્ષ 2023માં સાઉથ ઓસ્ટ્રેલિયા તરફથી રમતા તસ્માનિયા સામે એડિલેડમાં 29 બોલમાં સદી ફટકારી હતી.

પ્રોફેશનલ ક્રિકેટમાં એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સ ફટકારી

પ્રોફેશનલ ક્રિકેટમાં એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાની યાદીમાં પણ વૈભવ સૂર્યવંશી 28 છગ્ગા સાથે ટોચ પર પહોંચી ગયો છે. 2026માં એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ દરમિયાન દોહામાં UAE સામે ઈન્ડિયા-A તરફથી રમતા તેણે આ કારનામું કર્યું. આ યાદીમાં હૈદરાબાદના તન્મય અગ્રવાલે 2024માં રણજી ટ્રોફી દરમિયાન હૈદરાબાદમાં અરુણાચલ સામે 26 છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ 2015માં નેપિયર ખાતે પ્લંકેટ શીલ્ડમાં સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ સામે ઑકલેન્ડના કોલિન મુનરોએ અને 2018માં સિડનીમાં વન-ડે કપમાં ક્વીન્સલેન્ડ સામે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના ડાર્સી શૉર્ટે 23-23 છગ્ગા ફટકાર્યા હતા.

લિસ્ટ-A (50 ઓવર) ક્રિકેટમાં એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સ

50 ઓવરના ફોર્મેટમાં એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટર્સમાં પણ વૈભવ સૂર્યવંશી 28 છગ્ગા સાથે અગ્રેસર છે. 2018માં સિડનીમાં ક્વીન્સલેન્ડ સામે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના ડાર્સી શૉર્ટે 23 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે 2026માં ઑકલેન્ડમાં ઓટાગો સામે ઑકલેન્ડના બેવોન જેકબ્સે 21 છગ્ગા ફટકારવાની સિદ્ધિ મેળવી હતી.

વૈભવની પ્રોફેશનલ ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં સદી

વૈભવ સૂર્યવંશીની પ્રોફેશનલ ક્રિકેટમાં સદી માટે લીધેલા બોલના આંકડા પર નજર કરીએ તો, 2026માં દોહા ખાતે લિસ્ટ-A મેચમાં ઈન્ડિયા-A તરફથી UAE સામે તેણે સૌથી ઓછા 28 બોલમાં સદી ફટકારી છે. અગાઉ 2025માં દોહામાં જ T20 મેચમાં ઈન્ડિયા-A તરફથી UAE સામે તેણે 32 બોલમાં સદી નોંધાવી હતી. આ ઉપરાંત 2025માં જયપુરમાં GT સામે RR તરફથી T20માં 35 બોલમાં, 2025માં રાંચીમાં લિસ્ટ-A મેચમાં અરુણાચલ સામે બિહાર તરફથી 36 બોલમાં, 2026માં જયપુરમાં SRH સામે RR તરફથી T20માં 36 બોલમાં અને 2025માં કોલકાતામાં T20 મેચમાં મહારાષ્ટ્ર સામે બિહાર તરફથી 58 બોલમાં સદી ફટકારી હતી.