logo
Breaking News
વિશ્વ

ભૂટાનમા ગ્લેશિયલ તળાવ ફાટ્યું, ગરમ પાણીનું કુંડ વહી ગયું:હાઈવે-રસ્તાઓ ધોવાયા; બંગાળ-આસામમાં પૂરનું એલર્ટ, 10 હજાર લોકોને સ્થળાંતર કરાયા

એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
|3 કલાક પહેલા|2 મિ. વાંચન
ભૂટાનમા ગ્લેશિયલ તળાવ ફાટ્યું, ગરમ પાણીનું કુંડ વહી ગયું:હાઈવે-રસ્તાઓ ધોવાયા; બંગાળ-આસામમાં પૂરનું એલર્ટ, 10 હજાર લોકોને સ્થળાંતર કરાયા
Share:

ભૂટાનના ગાસા જિલ્લામાં ગુરુવારની રાત્રે શિન્તાફૂ તળાવમાંથી ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF) બાદ આવેલા પૂરમાં ભારે નુકસાન થયું છે. પાણીના તેજ પ્રવાહમાં ગાસાનું પ્રખ્યાત ગરમ પાણીનું કુંડ ‘ગાસા ત્શાચુ’ સંપૂર્ણપણે વહી ગયું.

તે જ સમયે, પુનાખા-ગાસા હાઈવેનો એક ભાગ તૂટી જતાં વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. લાઆને જોડતા રસ્તાને પણ નુકસાન થયું છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

હિમનદીનું તળાવ ફાટ્યા બાદ સંકોશ નદીનું જળસ્તર વધી ગયું છે. આ નદી ભારતમાં પશ્ચિમ બંગાળ અને આસામમાંથી પસાર થાય છે. બંને રાજ્યોના સરહદી વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બંગાળના અલીપુરદ્વારમાં 10 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળો અને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. વહીવટીતંત્ર સાયરન વગાડીને લોકોને સતર્ક કરી રહ્યું છે. NDRF, SDRF અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમો તહેનાત કરવામાં આવી છે.

ભૂટાનમાં ક્યાં અને કેવી રીતે આવ્યું પૂર

ભૂટાનના ગાસા જિલ્લાના લુંગો, લાયા ગેઓગમાં શિન્તાફૂ તશો તળાવમાંથી 29 ઓક્ટોબરની સાંજે અચાનક પાણી બહાર નીકળવા લાગ્યું.

આ તળાવ વાકિલા પર્વતની નીચે આવેલું છે અને ભૂટાનનાં 17 સંભવિત જોખમી ગ્લેશિયર તળાવોમાં સામેલ છે.

તળાવમાંથી નીકળેલું પાણી મો છૂ નદીના જળગ્રહણ ક્ષેત્રથી આગળ વધ્યું.

પૂરનું પાણી રાત્રે લગભગ 8:15 વાગ્યે તાકત્સેમાખાંગ વિસ્તારમાં પહોંચ્યું હોવાના અહેવાલ છે.

પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે ગાસા ત્સાચૂ હોટ સ્પ્રિંગની સુવિધાઓને નુકસાન પહોંચ્યું.

ભૂટાનમાં નુકસાન, સિંચાઈ સિસ્ટમ તણાઈ ગઈ

હોટ સ્પ્રિંગને નુકસાન: ગાસા ત્સાચૂની આસપાસ બનેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ પૂરથી નુકશાન થયું.

રસ્તો તણાઈ ગયો: લાયા ગામ તરફ જતો રસ્તાનો એક ભાગ પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયો. આ માર્ગ પર અવરજવર રોકી દેવામાં આવી છે.

સોલર સિંચાઈ સિસ્ટમને અસર: પુનાખા જિલ્લાના ગૂમા ગેઓગમાં સ્થાપિત સોલર ઇરિગેશન લિફ્ટિંગ સિસ્ટમને નુકસાન થયું. આ સિસ્ટમ બંધ થઈ ગઈ છે.

હાઈવે પર કાટમાળ: પુનાખા-ગાસા હાઈવેના દ્જોમલિંગથાંગ વિસ્તારમાં રસ્તા પર કાટમાળ જમા થઈ ગયો.

પાણી 6-8 કલાકમાં ભારત પહોંચવાની આશંકા

ભૂટાનના શિન્તાફૂ તળાવમાંથી નીકળેલું પૂરનું પાણી 6થી 8 કલાકમાં ભારત-ભૂટાન સરહદ સુધી પહોંચી શકે છે.

આ પાણી મો છૂ અને ફો છૂ નદીઓમાંથી પસાર થઈને પુનાત્સાંગછૂ નદીમાં પહોંચે છે.

આગળ ભારતમાં તે સંકોશ નદી તરીકે વહે છે અને આસામમાં બ્રહ્મપુત્ર નદીમાં મળી જાય છે.

આ આશંકાને પગલે પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર અને જલપાઈગુડી, આસામના ધુબરી સહિત નદીકાંઠાના વિસ્તારોમાં સતર્કતા વધારી દેવામાં આવી છે.

ટ્રેન્ડ કરી રહ્યા છે