logo
Breaking News
મનોરંજન

યશ સોની ને જાનકી બોડીવાલાની 'ગોળધાણા'ની ડેટ જાહેર:એક્ટરના બર્થડે પર રોમેન્ટિક તસવીરો શૅર કરી

એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
|13 કલાક પહેલા|2 મિ. વાંચન
યશ સોની ને જાનકી બોડીવાલાની 'ગોળધાણા'ની ડેટ જાહેર:એક્ટરના બર્થડે પર રોમેન્ટિક તસવીરો શૅર કરી
Share:

ગુજરાતી એક્ટ્રેસ જાનકી બોડીવાલા તથા એક્ટર યશ સોનીએ તાજેતરમાં જ સો.મીડિયામાં રોમેન્ટિક તસવીરો શૅર કરીને આગમી ફિલ્મ 'ગોળધાણા'ની રિલીઝ ડેટ જાહેર કરી હતી. આ ફિલ્મ આવતા વર્ષે 12 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન વીકમાં રિલીઝ થશે. યશ સોનીનો આજે 16 ઓક્ટોબરે બર્થડે છે અને એક્ટરે ચાહકોને ગિફ્ટમાં પોતાની નવી ફિલ્મની રિલીઝ અનાઉન્સમેન્ટ આપી છે. ફિલ્મમાં યશે મોહિતનો ને જાનકીએ મિશિકાનો રોલ પ્લે કર્યો છે. 'છેલ્લો દિવસ' તથા 'નાડીદોષ' બાદ જાનકી ને યશ ત્રીજીવાર ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. 'ગોળધાણા'ને ડિરેક્ટર ચિન્મય પરમારે ડિરેક્ટ કરી છે, જ્યારે પેનોરમા સ્ટુડિયો ને બિગ બોક્સ સિરીઝ હેઠળ બનેલી આ ફિલ્મને કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક, કૃષ્ણદેવ યાજ્ઞિક ને મુરલીધર છટવાણીએ પ્રો઼ડ્યુસ કરી છે.

**જાનકીએ તસવીરો શૅર કરીને શું કહ્યું?**

જાનકીએ સો.મીડિયામાં રોમેન્ટિક તસવીરો શૅર કરીને કહ્યું, 'હેપ્પી બર્થડે મોહિત.... મોહિત અને મિશિકાની 'ગોળધાણા'ની સેરેમની જોવા થિયેટરમાં આવો, 12 ફેબ્રુઆરી, 2027....'

**યશે 'મિશિકા'ને કહી આ ખાસ વાત**

યશે પણ રોમેન્ટિક તસવીરો શૅર કરી હતી અને તેણે એવું કહ્યું હતું, 'હું તારી સાથે રોમાન્સમાં કાચો પડું છું, મિશિકા...'

16 ઓક્ટોબર, 1996ના રોજ અમદાવાદમાં જન્મેલા યશ સોનીના પિતા ચંદ્રેશ સોની ને માતા લીના સોની ને નાનો ભાઈ કાવ્ય છે. યશ સોનીએ અમદાવાદની શારદા મંદિર ને પછી શેઠ સી.એન. વિદ્યાલયમાંથી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. યશ સોનીએ થિયેટરમાં એક્ટિંગ સ્કીલને શાર્પ કરી ને ત્યારબાદ 2015માં ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ 'છેલ્લો દિવસ'થી ગુજરાતી સિનેમામાં ડેબ્યૂ કર્યું. એક્ટિંગ કરિયરમાં યશ સોનીને પિતાએ ઘણો જ સપોર્ટ કર્યો છે. યશે 11 વર્ષની કરિયરમાં અલગ-અલગ રોલ પ્લે કર્યા છે. અભિષેક જૈનની ફિલ્મ 'મારણ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ અવૉર્ડ મળ્યો છે અને આ ફિલ્મમાં યશ લીડ રોલમાં હતો.