ટાઈગર શ્રોફ પર ગોળીબાર, હાથ અને છાતી પર ઈજા:બે હુમલાખોરોના CCTV ફોટા સામે આવ્યા

મુંબઈમાં ફાયરિંગની ઘટના બાદ એક્ટર ટાઈગર શ્રોફની તસવીરો સામે આવી છે. તેમની હાથ અને છાતી પર પટ્ટીઓ બાંધેલી દેખાઈ રહી છે. 3 અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ FIR નોંધાઈ છે. ટાઈગરની કાર પર રવિવારે સાંજે જુહૂ વિસ્તારમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરનારા આરોપીઓની પણ તસવીર સામે આવી છે. તેમાં બે યુવકો સફેદ શર્ટ પહેરેલા દેખાઈ રહ્યા છે. એકે કાળી કેપ પહેરી છે. જોકે, આ તસવીર ક્યાંની અને ક્યારની છે, તે હજુ સ્પષ્ટ નથી. ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી બાઈક પણ મળી આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ ફાયરિંગ કર્યા બાદ પોતાની બાઈક અંધેરી વેસ્ટ રેલવે સ્ટેશનની બહાર છોડીને ભાગી ગયા. લૉરેન્સ ગેંગના અનિલ પંડિતે ફાયરિંગની જવાબદારી લીધી છે. એક્ટરના ડ્રાઈવર ફિરદૌસને ગોળી વાગી છે. ઉમેશ ચવાણ નામનો એક વ્યક્તિ પણ ઘાયલ થયો છે. તેની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. મોડી રાત્રે ટાઈગરને મળવા પહોંચેલા ડેપ્યુટી સીએમ શિંદેએ જણાવ્યું કે એક્ટરના હાથમાં ગન પાવડર અને કાચના ટુકડાઓથી ઈજા થઈ છે.
