રાજ્ય
છોટાઉદેપુરમાં શ્રમિકોને 5 રૂપિયામાં મળશે ભરપેટ ભોજન
એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
છોટાઉદેપુર જિલ્લામાં શ્રમિકોને પોષણયુક્ત ભોજન મળી રહે તે માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ બે નવા ભોજન વિતરણ બુથ શરૂ કરાયા છે.છોટાઉદેપુર શહેરમાં પેટ્રોલ પંપ ચોકડી પાસે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ અને બોડેલી શહેરની અલીપુરા ચોકડી ખાતે ધારાસભ્ય અભેસિંહ તડવીએ આ બુથનું ઉદ્ઘાટન કર્યું હતું.આ યોજના હેઠળ શ્રમિકોને સવારે 7 થી 11 વાગ્યા દરમિયાન માત્ર 5 રૂપિયામાં પોષણયુક્ત ભોજન મળશે. છોટાઉદેપુર જિલ્લાના લગભગ 27 હજાર નોંધાયેલા શ્રમિકોને આનો લાભ મળશે.