રમત
15 ઓક્ટોબરે યોજાનારી IPLની રિવ્યૂ મિટિંગ મોકૂફ
એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ

BCCIએ 15 ઓક્ટોબરે મુંબઈમાં યોજાનારી IPLની રિવ્યૂ મિટિંગ મુલતવી રાખી છે. બેઠકમાં IPL ફ્રેન્ચાઇઝીના માલિકો, બ્રોડકાસ્ટર્સ અને યજમાન સ્ટેટ એસોસિયેશન સામેલ થવાના હતા.
આ બેઠક ગુરુવારે સાંજે 6 વાગ્યે તાજ સાંતાક્રુઝ ખાતે યોજાવાની હતી. BCCI અને IPLના અધિકારીઓએ તમામ સંબંધિત પક્ષોને બેઠક મુલતવી રાખવાની જાણકારી આપી છે. હાલમાં નવી તારીખ અને સ્થળ નક્કી કરવામાં આવ્યા નથી.
BCCIના સેક્રેટરી દેવજીત સૈકિયાએ સંબંધિત પક્ષોને તેની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે 15 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એશિયન ગેમ્સના મેડલ વિજેતાઓનું સન્માન કરશે. આ કારણે જ બેઠક મુલતવી રાખવી પડી.